કોંગ્રેસના પૂર્વ ઉત્તર પ્રદેશના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ વાડરાએ મંગળવારે રાયબરેલીમાં કહ્યું કે મેં અખબારમાં યુનિયન ઓફ ટી એસ્ટેટ અને મિલ એસોસિએશનની જાહેરાત જોઇ છે. આ જાહેરાતમાં લખ્યું છે કે અમે ડૂબી રહ્યા છીએ, અમને બચાવો. આવી પરિસ્થિતિ છે કે અમે  પોતાની ઘટતી અર્થવ્યવસ્થા વિશે જાહેરાત આપવી પડશે. પ્રિયંકા ગાંધીએ મંગળવારે રાયબરેલીમાં  મોડર્ન કોચ ફેક્ટરી (એમસીએફ)ના મજૂરો સાથે મુલાકાત કરી છે. ફેક્ટરીના ખાનગીકરણની  સામે મજૂરો આંદોલન કરી રહ્યા છે.  વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકો ‘એમસીએફના રિવોક કોર્પોરેશન’ના નારા સાથે કાળા શર્ટ પહેરેલા દેખાયા. તેમણે કહ્યું કે લોકસભામાં રાયબરેલીનું પ્રતિનિધિત્વ કરતા  સોનિયા ગાંધીએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે ખાનગીકરણના કારણે હજારો લોકો બેરોજગાર થઇ જશે. ખરેખર ચિંતાએ છે કે સરકારે ખાનગીકરણના પ્રયોગ માટે એમસીએફની પસંદગી કરી છે.