(એજન્સી) તા.ર૦
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ચિન્મયાનંદની ધરપકડ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે જનતા અને પત્રકારત્વની તાકાતના કારણે સીટે તેમની ધરપકડ કરવી પડી. પ્રિયંકા ગાંધીએ ટવીટ કર્યું હતું. કે ભાજપ સરકારની ચાપડી એટલી જાડી છે કે જયાં સુધી પીડિતા આત્મવિલોપનની ચેતવણી ન આપે ત્યાં સુધી સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. જનતા અને પત્રકારત્વની તાકાતના કારણે સીટને ચિન્મયાનંદની ધરપકડ કરવી પડી. લોકોએ આ સુનિશ્ચિત કર્યું કે બેટી બચાવો ફકત સૂત્રો સુધી સિમિત ન રહેતા વાસ્તવિકતા બને. આ પહેલા પણ પ્રિયંકાએ ચિન્મયાનંદની ધરપકડ ન કરવા બદલ સરકારને ટીકા કરી હતી.