(એજન્સી) તા.ર૭
૨૫ સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક ગામની પંચાયતની બિલ્ડિંગ નજીક ઘરે-ઘરે શૌચાલય ન હોવાના કારણે બે દલિત બાળકોને શૌચક્રિયા માટે બે શખ્સોએ માર માર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ૨૬ સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને વિનંતી કરી હતી કે, જેઓ ગામની પંચાયત નજીક શૌચ કરવા બદલ રાજ્યમાં બે દલિત બાળકોને માર મારનારાને કડક સજાની ખાતરી આપે.
“માતા હોવાને કારણે આ ઘટનાની ક્રૂરતા અને અમાનવીયતાથી હું ખૂબ દુખી છું. આ બાળકોનો શું વાંક હતો અને તેમની માતાઓને શું થશે ? હું કમલનાથને વિનંતી કરું છું કે કડક સજાની ખાતરી કરવામાં આવે અને આ ખૂબ જ હિંસક અને નિંદાત્મક ઘટનાઓ છે” એમ પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં એક ટ્‌વીટમાં કહ્યું. આ ઘટના સાંજે જિલ્લાના મુખ્યાલયથી ૨૫ કિલોમીટર દૂર આવેલા ભાકેધી ખાતે બની હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ ગામને ૪ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઓપન શૌચક્રિયા મુક્ત ર્(ંડ્ઢહ્લ) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.