(એજન્સી) લખનૌ,તા.૨૮
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવેલા કોંગ્રેસના સભ્ય સદફ જાફર અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારના સભ્યોને મળવા માટે જઇ રહ્યા હતા ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે તેમને પકડીને ધક્કા માર્યા હતા અને તેમની સાથે ખરાબ વર્તણૂંક કરી હતી. પ્રિયંકા ગાંધીએ યુપી પોલીસ સામે તેમનું ગળું દબાવવા અને ઘેરવાનો પણ આરોપ મૂક્યો છે. એસઆર દારાપુરીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ ઇન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે ‘મને રોકવામાં આવ્યું, પોલીસવાળાએ મારૂં ગળું દબાવીને મને રોક્યું. મને પકડીને ધકેલવામાં આવ્યું. ત્યાર પછી હું પડી ગઇ હતી. ત્યાર બાદ હું એક કાર્યકરના સ્કૂટર પર બેસીને ગઇ. મને મહિલા પોલીસ અધિકારીએ રોક્યું હતું.’
એસઆર દારાપુરીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે હું તેમના પરિવારના સભ્યોને મળવા માટે અહીં આવી હતી. ભૂતપૂર્વ વરિષ્ઠ પોલીસ અધિકારી એસઆર દારાપુરીની અટકાયતથી તેમના પરિવારના સભ્યો ભારે આઘાતમાં છે. દરમિયાન, એક નિવેદનમાં કોંગ્રેસે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી એસઆર દારાપુરી અને સદફ જાફરના પરિવારના સભ્યોને મળવા માટે લખનૌ જઇ રહ્યાં હતાં ત્યારે યુપી પોલીસ દ્વારા ગોમતી નગર નજીક તેમના કાફલાને રોકવામાં આવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે રોડ પર અમને રોકવાનો કોઇ મુદ્દો જ ન હતો. આ એસપીજીનો મુદ્દો ન હતો પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસનો મુદ્દો હતો.

મેરઠના પોલીસ અધિકારીની ‘પાકિસ્તાન જાઓ’વાળી ટિપ્પણી પર પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને આડેહાથ લીધી, ભાજપ પોલીસનું કોમવાદીકરણ કરી રહી છે

(એજન્સી) તા.૨૮
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે મેરઠ SPના વિવાદિત નિવેદનની વીડિયો ક્લિપ શેર કરીને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપે દેશમાં સાંપ્રદાયિક્તાનું ઝેર એવી રીતે ફેલાવ્યું છે કે, ઓફિસરોને બંધારણની ખાધેલી કસમની પણ કોઈ કદર નથી. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કર્યું કે, ભારતનું બંધારણ કોઈ પણ નાગરિકની સાથે આ ભાષામાં ઉપયોગ કરવાની મંજૂરી નથી આપતું. જ્યારે તમે કોઈ મહત્વના હોદ્દા પર બેઠા હોવ, ત્યારે તો આ જવાબદારી વધી જાય છે. ભાજપે સંસ્થાઓમાં સાંપ્રદાયિક્તાનું ઝેર ફેલાવ્યું છે કે, આજે ઓફિસરોના બંધારણની શપથની કોઈ કદર જ નથી. ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાને લઈને ૨૦ ડિસેમ્બરના રોજ મેરઠ શહેરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર એક ઓફિસરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીઁ અખિલેશ સિંહ એવું કહેતા જોવા મળી રહ્યાં છે કે, ક્યાં જશો? આ શેરીને ઠીક કરી દઈએ. આ વીડિયો લિસાડી ગેટ નજીકનો છે. આટલું કહ્યા બાદ અખિલેશ નજીકમાં રહેલા ૩ લોકો તરફ વળે છે અને કહે છે કે, આ જે લોકો કાળા-પીળા પટ્ટા બાંધીને છે, તેમને કહો પાકિસ્તાન ચાલ્યા જાય.. ખાશો અહીનું અને ગુણગાન ત્યાંના ગાશો. જેના પર ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિ કહે છે કે, જે લોકો હિંસા ફેલાવી રહ્યાં છે, તે ખોટું છે. જેના પર અધિકારી કહે છે કે, તેમને જણાવી દો કે, તેઓ બીજા દેશમાં જતા રહો. કોઈ ખોટી વાત સહન નહીં થાય. એક-એક વ્યક્તિને જેલમાં ધકેલી દઈશે. જે બાદ તેઓ ફોર્સની સાથે ચાલ્યા જાય છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે પાર્ટીના ૧૩૫માં સ્થાપના દિવસ સમારોહમાં સામેલ થયા હતા. આ અવસરે તેમણે બંધારણની પ્રસ્તાવના વાંચી અને કાર્યકર્તાઓને શપથ અપાવી. પ્રિયંકાએ કોંગ્રેસ નેતાઓના બલિદાનને યાદ કરતા જણાવ્યું કે, કાર્યકર્તાઓએ પાર્ટીના મહાન નેતાઓના પદચિહ્નો પર ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ. પ્રિયંકાએ વધુમાં જણાવ્યું કે, તે બંધારણ પર હુમલો કરનારા લોકોનો વિરોધ કરશે. ઉલ્લેખનીય છે કે નાગરિક્તા કાયદાનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં મેરઠના SP વિસ્તારના પ્રદર્શનકારીઓને પાકિસ્તાન જવાની ચેતવણી આપતા કેમેરામાં કેદ થઈ ગયા છે. મેરઠમાં ૨૦ ડિસેમ્બરે ઝ્રછછના વિરોધ પ્રદર્શન દરમિયાન ૪ લોકોના મોત નીપજ્યા હતા.