નવી દિલ્હી, તા.૨૨
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસમાં જ ૧૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થવાનો છે. હવે કોંગ્રેસે તેના પર સવાલ ઉઠાવ્યા છે.કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો છે કે, આ પૈસા એક સમિતિ દ્વારા ખર્ચવામાં આવનાર છે તેવુ કહેવાયુ છે ત્યાર દેશને જાણવાનો હક છે કે, આ સમિતિને સરકારે કેટલા પૈસા આપ્યા છે.સમિતિના સભ્યોને જ ખબર નથી કે તેઓ આ સમિતિમાં છે…શું દેશના લોકોને જાણવાનો હક નથી કે કયા મંત્રાલયે સમિતિને કેટલા પૈસા આપ્યા છે. મોદી સરકાર શું છુપાવવા માંગે છે…
આ પહેલા કોંગ્રેસે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાનુ સ્વાગત કર્યુ હતુ પણ સાથે સાથે કહ્યુ હતુ કે, આ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનમાં ના ફેરવાય તેનુ સરકાર ધ્યાન રાખે.આ યાત્રાનુ પરિણામ દેશના હિતમાં હોવુ જોઈએ. કોંગ્રેસે કહ્યુ હતુ કે, દેશનુ સ્વાભિમાન અને દેશનુ હિત આ યાત્રા દરમિયાન જળવાવુ જોઈએ. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, અમદાવાદની યાત્રા કોણ મેનેજ કરી રહ્યુ છે.વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં બોલાવવા માટે ક્વોટા નક્કી કરાયો છે.દરેક જિલ્લામાંથી શિક્ષકો બોલાવાયા છે.ભલે સ્વાગત માટે કમિટી હોય પણ મોટેરા સ્ટેડિયમને ભાડે લેવાયુ છે, દેશભરમાંથી કલાકારો આવી રહ્યા છે. આ બધુ કમિટીના નિયંત્રણમાં છે જ નહી.આ સામે કોંગ્રેસને વાંધો નથી પણ તે અંગે ખોટુ બોલવાની જરુર નથી.જો સરકાર કાર્યક્રમ માટે પૈસા આપી રહી હોય તો છુપાવવામાં કેમ આવી રહ્યુ છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત સામે પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને સવાલ… નમસ્તે ટ્રમ્પ માટે ૧૦૦ કરોડનો ખર્ચ કોણ કરી રહ્યું છે ?

Recent Comments