(એજન્સી) અયોધ્યા, તા.૩૦
અયોધ્યાની સીમામાં કુમારગંજથી શરૂ થયેલો પ્રિયંકા વાડ્રાનો રોડ શો રામનગરીમાં હનુમાનગઢી દર્શન સાથે સમાપ્ત થઈ ગયો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસંપર્ક દરમિયાન સપા-બસપા ગઠબંધન પ્રત્યે નરમ વલણ અપનાવ્યું, પરંતુ તેમના નિશાન પર ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી રહ્યા. તેમના પર ખોટા વાયદા કરી પાકિસ્તાન જઈ બિરયાની ખાવાનો આરોપ લગાવ્યો. પ્રિયંકા ગાંધીએ બનારસથી ચૂંટણી લડવાની સંભાવનાઓનો ઈનકાર કર્યો નથી. સરકારમાં મહિલાઓ વચ્ચે ચોપાલ લગાવી વાતચીત કરી. પત્રકારોને મળતા પહેલાં તેમણે મઉંમાં શિવાલા સ્થિત સનબીમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ૪પ મિનિટ વાતચીત કરી. તેમણે આદિલપુર, નઉઆ, રીડગંજ વિસ્તારમાં નવ નાની બેઠકો કરી, ત્યાં તેમણે કહ્યું કે, ચૂંટણી જીતવા બે કરોડ લોકોને રોજગારીનો વાયદો જૂઠો નીકળ્યો. ૧પ લાખ ખાતામાં આવ્યા નહીં. ચૂંટણી આવી ત્યારે માત્ર બે હજાર રૂપિયા આપ્યા.
પ્રિયંકાએ વડાપ્રધાન મોદી પર લગાવ્યો પાકિસ્તાન જઈ બિરયાની ખાવાનો આરોપ

Recent Comments