(એજન્સી) મુંબઈ, તા.૨૪
શિવસેનાએ કહ્યું છે કે, પ્રિયંકા ગાંધીનો રાજકારણમાં પ્રવેશ શુભસંકેત છે. જેનાથી કોંગ્રેસને લાભ થશે. પ્રિયંકા ગાંધીનું વ્યક્તિત્વ અને ગુણવત્તામાં તેમના દાદી ઈન્દિરા ગાંધી જેવી છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વ સહિયાએ પ્રિયંકા ગાંધી છે. વિધિસર રીતે કોંગ્રેસમાં જોડાતા અટકળોનો અંત આવ્યો છે. શિવસેનાના પ્રવક્તા મનિષા કયાન્દેએ કહ્યું કે, કોંગ્રેસને ખુશ થવાનું મજબૂત કારણ છે. કારણ કે, પ્રિયંકા ગાંધી હવે રાજકારણમાં સક્રિય થઈ ગયા છે. વિપક્ષે સારા વ્યક્તિત્વનો લાભ મળશે. લોકો સમક્ષ રજૂ થવાની ક્ષમતા અને મતદારોને આકર્ષવાની કળા સારી છે. તેની પાસે દાદીમાં ઈન્દિરા ગાંધી જેવી ગુણવત્તા છે. લોકો મતદાન કરવા જતા પહેલાં પ્રિયંકામાં ઈન્દિરા ગાંધીનું સ્વરૂપ જોશે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે, પ્રિયંકાના કોંગ્રેસમાં પ્રવેશથી કાર્યકરોમાં ઉત્સાહ વધશે. કોંગ્રેસને યુપીમાં ખાસ લાભ મળશે. યુપીમાં સપા-બસપાના ગઠબંધનને ખાસ અસર નહીં પડે. કારણ કે, ગઠબંધન પાસે સપા-બસપા અને મુસ્લિમોની વોટબેંક છે, પરંતુ પ્રિયંકાનું આકર્ષણ કાર્યકરોને સક્રિય કરશે. મલિકે કહ્યું કે, કોંગ્રેસ પ્રિયંકાનો બુદ્ધિથી યુપીમાં ઉપયોગ કરે તો કોંગ્રેસને ર૦થી ર૧ બેઠકો મળશે. ર૦૦૯માં મળેલ ર૧ બેઠકોનું પુનરાવર્તન થશે.