(એજન્સી) તા.૧૯
વિદ્યાર્થીઓના વિરોધ દેખાવોમાં જોડાવા માટે રૂપરેખા વર્મા જ્યારે ૩ જુલાઇના રોજ લખનૌ યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે તેમણે એક પ્રવેશદ્વાર પર લપેટાયેલ હનુમાનનું પોસ્ટર જોયું હતું. ૨૦૦૫માં નિવૃત્ત થતા પહેલા ૩૯ વર્ષ સુધી યુનિવર્સિટી ખાતે ફિલોસોફીનું શિક્ષણ આપનાર રુપરેખા વર્માને આ જોઇને આઘાત લાગ્યો હતો પરંતુ તેમને જો કે સંપૂર્ણપણે આશ્ચર્ય થયું ન હતું. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર એવા ૭૫ વર્ષના રૂપરેખા વર્મા સરસ્વતી પૂજા જેવી હિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓના વાચાળ આલોચક હતા. યુનિવર્સિટી દ્વારા જેમને પ્રવેશ માટે ઇનકાર કરવામાં આવ્યો છે એવા ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પોતે પણ જોડાયા બાદ થોડા દિવસો પછી અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચ સાથે સંકળાયેલા પાંચ વકીલોએ રૂપરેખા વર્માના સાથીઓને જણાવ્યું હતું કે અદાલતે પોલીસને રૂપરેખા વર્મા વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરવા આદેશ કર્યો છે કારણ કે તેમણે યુનિવર્સિટીના શિક્ષકો પર હુમલો કરવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા હતા. અદાલતના આખરી આદેશમાં રૂપરેખા વર્માનું નામ ન હતું પરંતુ કેટલાક હિંદી અખબારોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ આ બાબતે તપાસ કરવા એક તપાસ સમિતિની રચના કરી છે અને હિંસામાં તેમની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવશે. રૂપરેખાનું નામ સામેલ કરવા પાછળ એક કારણ એ હોઇ શકે કે તેઓ હંમેશા આજીવન ઇજીજી અને કોમવાદી બળોના વાચાળ ટીકાકાર રહ્યા છે. રૂપરેખા વર્માએ જણાવ્યું હતું કે હું નાની વયથી આપખુદી મૂલ્યો સામે અને લોકતાંત્રિક અધિકારો માટે લડતી આવી છું. રાજકીય રીતે હું જમણેરી પાંખની વિચારધારા વિરુદ્ધ છું. તેમણે જણાવ્યું હતું કે હું સામ્યવાદી નથી પરંતુ તમામ ધર્મો માટે આદર સાથે વ્યક્તિની મહત્તમ સ્વતંત્રતા સાથે સમવાય સમાજને જોવા માગું છું. RSS કે જમાતે ઈસ્લામી જેવા જમણેરી અભિગમ ધરાવતા જૂથો મારી ક્યારેય પ્રશંસા કરશે નહીં. ઉલ્ટાનું તેઓ મારા વિરુદ્ધ છે એવું તેમણે ઉમેર્યુ હતું. રૂપરેખા વર્માએ શિક્ષણના ભગવાકરણનો પણ ઉગ્ર વિરોધ કર્યો છે. તેઓ તેની વિરુદ્ધ બોલી અને લખી રહ્યા છે. તેમને હેરાન કરવા માટે બે કેસ પણ તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેનો આ બંને કેસમાં વિજય થયો હતો. રૂપરેખા વર્માએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ઇજીજીની વિચારધારા સામે લડતા આવ્યા છે અને એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે ઇજીજી તેની રાજનીતિના ટીકાકાર અવાજને દબાવી દેવા માટે કનડગત અને ધાકધમકીનો શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરે છે.