(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
ક્રાંતિકારી શહીદ ભગતસિંહને આતંકવાદી ગણાવનાર જમ્મુ યુનિવર્સિટીના પ્રોફેસર મોહમ્મદ તાજુદ્દીનને સસ્પેન્ડ કરી દેવાયા છે. યુનિવર્સિટીએ કહ્યુ છે કે જ્યાં સુધી તેમની સામેની તપાસ પુરી નહી થાય ત્યાં સુધી તે લેક્ચર નહી લઈ શકે. રિપોર્ટ પ્રમાણે આ અધ્યાપકે લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓને કહ્યુ હતુ કે ભગતસિંહ હીરો નહી આતંકી હતા.વિદ્યાર્થીઓએ આ વાત વર વાંધો ઉઠાવીને પ્રોફેસરનો વિરોધ કર્યો હતો.વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાધીશોન ફરિયાદ કર્યા બાદ મામલાની તપાસનો આદેશ અપાયો છે. પ્રોફેસર તાજુદ્દીને જોકે વિવાદ વધી ગયા બાદ માફી માંગીને કહ્યુ છે કે હું પોતે ભગતસિંહને ક્રાતિકારી માનુ છુ અને દેશ માટે તેમણે પોતાના પ્રાણ આપ્યા છે.મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેમણે કહ્યુ હતુ કે હું રશિયાના ક્રાંતિકારી લેનિન અંગે ભણાવી રહ્યો હતો.જેમની સાથે સંકળાયેલી એક ઘટનામાં કહેવામાં આવ્યુ હતુ કે પ્રશાસન સામે કોઈ પણ પ્રકારની હિંસા આતંકવાદ કહેવાશે.પણ તેની પાછળનો ઈરાદો ભગતસિંહને આતંકવાદી કહેવાનો નહોતો.મારા બે કલાકના લેક્ચરમાંથી ૨૫ સેક્ન્ડનો વિડિયો જ સોશ્યલ મીડિયા પર વાયલર કરાયો છે.