આપણે ત્યાં ગરમી શરૂ થઈ ગઈ છે પણ શિકાગોમાં હજી ભારે હિમવર્ષાનો માહોલ છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. અહીં હિમની છવાયેેલી ચાદરો વચ્ચે દોડાદોડ કરતી ખિસકોલીઓ અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઉડાઉડ કરતી ચકલીઓ નિહાળવા મળે તો તે પણ આવી થીજવી નાંખનારી ઠંડીમાં હૂંફ આપી જાય છે. ઘણી વખત આશ્ચર્ય થાય કે આટલા ઠંડા વાતાવરણમાં તેઓ કેવી રીતે જીવીત રહે છે અને પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે. અલબત્ત, અલ્લાહ જ પ્રદાતા છે. ખરેખર અલ્લાહ જ તમામ વસ્તુઓના પ્રદાતા છે, તે જ સર્વશક્તિશાળી છે.

અલ્લાહ તબારકવતઆલા એવા એવા સ્ત્રોતોમાંથી આપણી જરૂરિયાતો પૂરી કરે છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. બાળપણમાં ઘણાએ આવા જ સ્ત્રોતો પર આધારિત મીસરા-એ-સાની વિશે સાંભળ્યું હશે. તે સમયે આપણને સહેજ પણ ખ્યાલ નહીં હોય કે તે કોણે લખ્યું હશે. તેને જ ધ્યાનમાં લઈને અહીં સુંદર પક્ષીઓની કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે જે તમને સર્વશક્તિમાન અલ્લાહ વિશે વિચારતા કરી દેશે.

પ્રથમ તસવીરમાં દેખાય છે તેતર જેવું દેખાતું દક્ષિણ અમેરિકાનું આ પક્ષી શિયાળાની ઋતુમાં સંપૂર્ણ શ્વેત બની ગયું છે અને જાણે કે ત્યાંના વાતાવરણમાં ભળી ગયું છે. પક્ષીની મુદ્રા જોતા એવું લાગે છે કે જાણે માનવીઓ શિયાળાની ઠૂંઠવાતી ઠંડીમાં ધાબળા ઓઢીને કોઈક ખૂણો પકડીને બેસી જાય છે તેમ ઠંડીના કારણે આ અબોલ જીવની સ્થિતિ પણ કફોડી બની ગઈ છે.

10બીજી તસવીરમાં પણ દેખાતું સફેદ તેતર પક્ષી હિમાચ્છાદિત વિસ્તારમાં જોવા મળ્યું હતું તે સમયની આ તસવીર છે. તસવીર જોતા એવું લાગે છે કે આ માસૂમ પક્ષી ક્યાંક હૂંફ મળે તેવા સ્થળની શોધમાં છે.