Sports

પ્રથમ ટેસ્ટ : પૃથ્વીની‘વિરાટ’ સદી,ભારતની સ્થિતિ મજબૂત

રાજકોટ,તા.૪
પૃથ્વી શોની સદી (૧૩૪) અને સુકાની વિરાટ કોહલી (અણનમ ૭૨), ચેતેશ્વર પૂજારાની અડધી સદી (૮૬)ની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રભુત્વ બનાવ્યું છે. ભારતે પ્રથમ દિવસના અંતે ૪ વિકેટ ગુમાવી ૩૬૪ રન બનાવી લીધા છે. દિવસના અંતે વિરાટ કોહલી ૭૨ અને રિષભ પંત ૧૭ રને રમતમાં છે.
કે એલ રાહુલ શૂન્ય ઉપર પેવેલિયન ભેગો થઇ ગયો હતો. જ્યારે તેમણે પહેલી જ ઓવરમાં શેનાન ગેબ્રિયલે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આઉટ થયા પહેલા રાહુલે ભારતનો એક રિવ્યૂ પણ ખરાબ કર્યો હતો. રાહુલ ફ્લોપ રહ્યા પરંતુ પૃથ્વી શોએ ટેસ્ટ કરિયરની શાનદાર શરૂઆત કરી હતી .તેણે પૂજારા સાથે બીજી વિકેટ માટે ૨૦૬ રનની ભાગીદારી કરી હતી. પૃથ્વી ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી ૧૩૪ રને આઉટ થયો હતો. પૂજારા ૮૬ રને આઉટ થયો હતો.
બંનેના આઉટ થયા પછી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે (૪૧)એ બાજી સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે ૧૦૫ રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણે ૪૧ રને ચેસનો શિકાપ બન્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ગેબ્રિયલ, લેવિસ, બિશુ અને ચેસે ૧-૧ વિકેટ ઝડપી હતી.
રાજકોટમાં રમાઇ રહેલી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્ય હતો. ટીમ ઇન્ડિયા ૩ સ્પિનર અને ૨ ફાસ્ટ બોલરની સાથે મેદાનમાં ઉતરી છે. વેસ્ટઇન્ડીઝનો કેપ્ટન જેસન હોલ્ડર ઇજાગ્રસ્ત હોવાના કારણે બહાર છે. તેના સ્થાને ક્રેગ બ્રેથવેટ કેપ્ટનશીપ કરી રહ્યો છે.પૃથ્વી દેશનો ૨૯૩મો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી.