(એજન્સી) મુંબઈ, તા.૧૩
વરિષ્ઠ કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતા તેને ભારતના ઈતિહાસમાં ‘સૌથી ભ્રષ્ટ સરકાર’ કહી હતી અને વધુમાં જણાવ્યું કે, તે અગાધ અને શરમજનક રહી છે. તેમણે ભાજપ પર રાષ્ટ્રદ્રોહના કાયદાના દુરૂપયોગનો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી કાયદા અને વિપક્ષને સરકાર સામે જુદા પાડવા માંગે છે.
ચૌહાણે દાવો કર્યો હતો કે, હવે લોકોને ડર છે કે, જો પીએમ મોદી જે સરમુખત્યારવૃત્તિ ધરાવે છે સત્તામાં ચાલુ રહેશે તો ભારતીય લોકશાહી જોખમમાં મુકાશે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું, ર૦૧૪માં પીએમ મોદીએ ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’નું વચન આપ્યું હતું.
ર૦૧૪માં પ્રચાર શરૂ થતાં પહેલાં જ પીએમ મોદીને વિજેતા દર્શાવ્યા હતા. યુપીએ-ર વિરૂદ્ધ ભ્રષ્ટાચારના ઘણા આરોપો મૂકાયા હતા જેનો લોકોએ વિશ્વાસ કરી લીધો હતો ઘણા આરોપો ઘડી કાઢવામાં આવ્યા હતા અમે અમારી જાતનો સારી રીતે બચાવ કરી શક્યા ન હતા. અણ્ણા હઝારે ચળવળે પણ મારી વિરૂદ્ધનું વાતાવરણ ઊભુ કર્યું હતું. મોદીના ‘ભ્રષ્ટાચાર મુક્ત ભારત’ના વચનનું ઘણું મહત્ત્વ છે કારણ કે લોકો તેમને સત્તામાં આ જ કામ માટે લાવ્યા છે. પણ જો તમે ટ્રેક રેકોર્ડ જોશો તો તે અગાધ અને નિરાશાજનક છે. મોદીસરકાર ભારતનો ઈતિહાસમાં ‘સૌથી ભ્રષ્ટ સરકાર છે’ તેમ તેમણે વધુમાં જણાવ્યું ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, નોટબંધી દ્વારા મોદીએ ભારતીય અર્થતંત્ર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી.
ચૌહાણે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ એનસીપી મહારાષ્ટ્રમાં ર૦૧૪ કરતા વધારે સારૂં પ્રદર્શન કરશે. દેશનો મૂડ બદલાયો છે લહેર મોદી વિરૂદ્ધ છે વિપક્ષને સમજણ પડી ગઈ છે કે તેઓ મોદી સરકારને હરાવી શકે છે.
ભાજપ સાથે શિવસેનાએ હાથ મિલાવ્યા છે તે અંગે પૂછતાં ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે, ઈડી, સીબીઆઈનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે ચૌહાણે જણાવ્યું કે, રાફેલ સોદો મોટા ભ્રષ્ટાચારનાં વણઉકેલ્યો કેસ છે.