(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧૪
ભૂજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.કે.ગઢવી માનવ સેવા તથા જીવદયાના સેવાના કાર્યો કરવામાં હંમેશા આગળ હોય છે. તેમજ તેમના દ્વારા અવાર-નવાર સામાજિક કાર્યોમાં સાથ સહકાર આપવામાં આવે છે. તો તેમની સારી કામગીરી બદલ એક હી આવાજ સંસ્થાના પ્રમુખ કે.એન.ચાકી તથા મંત્રી ઝહીર સમેજા દ્વારા ફુલહાર તથા શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં મોટાપીર દરગાહના મુજાવર અમીન મોગલ, જાવેદ મોગલ હસ્તક મોટાપીર દરગાહ મધ્યે કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ભૂજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, ધારાશાસ્ત્રી શંકર સચદે, ગુજરાત વકફ બોર્ડના ડાયરેક્ટર આમદ જત, નગર સેવક કાસમ સમા, અનવર શેખ, લતીફ જુણેજા હાજર રહેલ હતા.