સુરત, તા.૧
સુરત એસીબીએ શહેરના સલાબતપુરા પોલીસ મથકમાં સપાટો બોલાવતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એસીબીએ ઓટો રીક્ષા ચાલક મારફતે રૂપિયા ૯૦ હજાર ની લાંચ સ્વીકારતા પીએસઆઇ ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.એસીબી દ્વારા પીએસઆઇ સહિત ઓટો રીક્ષા ચાલકની લાંચ કેસમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.ફરિયાદમાંથી યુવકનું નામ કાઢવા પીએસઆઇ દ્વારા આ લાંચ માંગી હતી.
સુરત એ.સી.બી દ્વારા હાલજ કોંગી કોર્પોરેટરના વચેટીયા ને રૂપિયા પંચાસ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.આ ઘટના ને હજી વધુ સમય પણ વીત્યો નથી ત્યાં સુરત એસીબીએ સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઇ બ્રિજેશ ગઢવી ને રૂપિયા પંચાસ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.ઓટો રીક્ષા ચાલક ના હસ્તે ફરિયાદી પાસેથી આ લાંચ પીએસઆઇ એ સ્વીકારી હતી.સૂત્રોના જણાવ્યાનુસાર ફરિયાદી વિરુદ્ધ પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી.જે અરજીમાંથી નામ કાઢવા પીએસઆઈ એ લાંચ ની માંગણી કરી હતી.જે ૧ લાખ સામે ૯૦ હજારમાં સમાધાન થયું હતું.પરંતુ ફરિયાદી આ લાંચ આપવા ન માંગતા હોય સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.જ્યાં એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ સહિત ઓટો રીક્ષા ચાલકને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા..લાંચ કેસની હાલ તપાસ સુરત એસીબી દ્વારા કરવામાં આવી રહી છે.