(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
શહેરના ડભોલી ગામની પતિથી અલગ રહેતી મહિલા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકી લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શરીર સુખ માણી લગ્ન નહીં કરી તરછોડી દેનાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિરુદ્ધ ચોબજાર પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોધાઈ હતી. ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડભોલી ગામની એક મહિલાને આગળ આરોપીની સબ ઈન્સ્પેક્ટર ભાવેશ ગિરીશભાઈ સોસા (ફરજ હેડક્વાર્ટસ)એ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. એક સંતાનની માતા ફરિયાદી અને આરોપી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતા. આરોપીએ લગ્ન કરાની લાલચ આપી ફરિયાદી મહિલાને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ અવાર નવાર શરીર સુખ માણ્યું હતું. ત્યારબાદ લગ્ન નહીં કરી મહિલાને તરછોડી દીધી હતી. બનાવ અંગે પીડિતાએ ફરિયાદ કરતાં ચોક પોલીસે ઈ.પી.કો. કલમ ૩૭૬ (૨), (એન) ૩૨૩, ૫૦૪ મુજબનો ગુનો દાખલ કરી પો.ઈ. એસ.બી. શેખ તપાસ હાથ ધરી છે.