ગોંડલ, તા.પ
ગોંડલ શહેરમાં છેલ્લા ઘણા સમય થી વરલી-મટકા નાં ધંધા બેરોકટોક ધમધમી રહ્યા હતા અને ફરિયાદો થવા પામી હતી તેને કારણે સીટી પી.એસ.આઈ એ વરલી-મટકા નાં ધંધાર્થીઓને તમામ ગોરખધંધા રાતોરાત બંધ કરવાની વોર્નીગ આપતા તમામ ધંધાર્થીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાની માહિતી મળી રહી છે. સિટી પી.એસ.આઈની સહારનીય કામગીરીથી લોકોમાં ખુશીનો મોહલ જોવાં મળી રહ્યો છે. ઘણા સમયથી પોલીસ સામે પ્રજાનો રોષ હતો તે શાંત પડી ગયો હોયને પી.એસ.આઇ ઝાલાની પ્રસંશનિય કામગીરીથી પી.એસ.આઈ. ઝાલા લોક ચાહના વધી રહી છે અને સાથો સાથ જનતાની અપેક્ષાઓ પણ વધી રહી છે. પી.એસ.આઈ. ઝાલ પાસે જનતા આશા સેવી રહી છે કે શહેર માં ઘણા વર્ષોથી ઈંગ્લિશ અને દેશી દારૂ નાં ધંધા બંધ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.