દુબઈ, તા.ર૮
ભારતીય બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા બે સ્થાનના ફાયદા સાથે આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો જ્યારે કપ્તાન વિરાટ કોહલી પાંચમાં સ્થાને છે. પુજારાએ શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટેસ્ટમાં ૧૪૩ રન બનાવ્યા હતા. જેની મદદથી પુજારા રર પોઈન્ટ લઈ હવે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૮૮૮ પોઈન્ટ સાથે ચોથાથી બીજા સ્થાને પહોંચી ગયો છે. કોહલી તેનાથી ૧૧ પોઈન્ટ પાછળ પાંચમાં સ્થાને છે. કોહલીએ ૬રમી ટેસ્ટમાં પાંચમી બેવડી સદી ફટકારી અને હવે ૮૧૭થી ૮૭૭ પોઈન્ટ લઈ પાંચમાં સ્થાને છે. પ્રથમ એશીઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને જીત અપાવનાર સ્ટીવ સ્મિથ ૯૪૧ પોઈન્ટ લઈ ટોચના સ્થાને છે તે હાઈએસ્ટ પોઈન્ટ બનાવનાર ટેસ્ટ બેટ્‌સમેનોની યાદીમાં ડોન બ્રેડમેન (૯૬૧) લેનહટન (૯૪પ) જેક હોબ્સ (૯૪ર) અને પોન્ટિંગ (૯૪ર) બાદ પીટરમે (૯૪૧)ની સાથે સંયુક્ત પાંચમાં સ્થાને છે.