સિડની,તા.૩
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ચેતેશ્વર પુજારાએ કેરિયરની ૧૮મી અને સીરીઝની ત્રીજી સદી ફટકારી છે. મયંક અગ્રવાલે અર્ધી સદી કરીને ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝના છેલ્લા મેચમાં પહેલા દિવસે ૪ વિકેટ પર ૩૦૩ રન બનાવ્યા. દિવસની રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં પુજારાએ ૧૩૦ અને હનુમા વિહારીએ ૩૯ રન બનાવ્યા હતા. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે ૭૫ રનોની ભાગીદારી થઈ. ઓસ્ટ્રેલિયાની તરફથી જોશ હેજલવુડ સૌથી વધુ સફળ બોલર રહ્યો. તેને બે વિકેટ મળી.
મેલબર્ન ટેસ્ટમાં બહાર રહ્યા પછી વાપસી કરી રહેલ રાહુલ એક વખત ફરી નિષ્ફળ રહ્યો. પહેલા ચાર બોલમાંથી બે બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી શક્યા. રાહુલ જો કે બીજી ઓવરમાં સ્લિપમાં શોર્ન માર્શના હાથે કેચ થયો. જાન્યુઆરી ૨૦૧૮માં વિદેશી સરજમી પર ૧૨ ટેસ્ટમાં ભારતની આ છઠ્ઠી સલામી જોડી હતી. આ દરમિયાન વિદેશી ભૂમિ પર ૨૩ ઈનીગ્સમાં સરેરાશ ભાગીદારી ૨૧.૫૬ રહી.