ડીસા, તા.૧પ
દાંતીવાડા ગામના હરીયાવાડા ગામે પૂજારીની હત્યા બાબતે અનેક શંકાઓએ જોર પકડ્યું છે ત્યારે ગતરોજ સાંજના સમયે પુજારી આસપાસના વિસ્તારમાં લાકડા વીણવા જતા કોઈએ હત્યા કરી હોય તેવો ગ્રામજનોનો આક્ષેપ દાંતીવાડા તાલુકાના હરિયાવાડ ગામના વતની પૂજારી મંછાપુરીની હત્યા કોઈ ઈસમોએ રાત્રી દરમિયાન હત્યા કરીને આસપાસના ઝાડી વિસ્તારોમાં ફેંકી દીધી હતી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું ત્યારે આજરોજ સવારે ગામજનોને જાણ થતા એક વ્યક્તિએ લાશને જોઈ તાત્કાલિક ગામના તથા પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી દોડી હત્યા કરી લાશને પીએમ અર્થે ખસેડાઇ હતી જોકે આ બાબતે ગામજનો પોલીસ સમક્ષ બળાપો કાઢતા પોલીસ તાત્કાલિક આ હત્યા બાબતે તટસ્થ તપાસ કરી આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ નાખે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.