(એજન્સી) પુલવામા, તા. ૭
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સોમવારે મોડી રાતે સુરક્ષા દળોને એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એન્કાઉન્ટરમાં ત્રણ આતંવાદીઓને ઠાર મારવામાં આવ્યાં. એક તેમાં જવાન શહીદ થયાં. પુલવામા જિલ્લાના અગલર કાંડી વિસ્તારમાં આ એન્કાઉન્ટર થઈ હતી જેમાં મસૂદ અઝહરના ભત્રીજા સહિત જૈશના ૩ આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસેથી અમેરિકામાં બનેલી બેહદ ખતરનાક એમ૪ કાર્બાઈન ગન પણ મળી છે. આ રાઈફલ ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ બની હતી. સુરક્ષાદળોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ હથિયાર પાકિસ્તાની સેના ઉપયોગ કરે છે અને સંભવ છે કે આ ત્યાંથી આવ્યું હો.લશ્કરી વડાએ કહ્યું કે અમારે આતંકવાદીઓના સંબંધ સાથે કોઈ લેવાદેવા નથી અમારો હેતુ આતંકવાદીઓના ખાતમાનો છે.