(એજન્સી) શ્યામન, તા.૫
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વૈશ્વિક આફતની ચેતવણી ઉચ્ચારી. હાઈડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા પર વધારે પ્રતિબંધ મૂકવાનો નકામો ગણાવતાં પુતિને કહ્યું કે કોરિયા પર વધારે પ્રતિબંધ મૂકવાની બાજી વધારે બગડશે. તેની પર યોગ્ય પ્રતિબંધ મૂકાઈ ગયો છે તેથી હવે વધારે પ્રતિબંધ મૂકવાની કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને દુષ્ટ રાષ્ટ્ર ગણાવ્યું છે. કોરિયાને દુષ્ટ રાષ્ટ્ર ગણાવતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઉત્તર કોરિયા ચીન માટે પણ ખતરો બન્યું છે. કોરિયાએ શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને ચકિત કરી મૂકી છે. ચીનમાં યોજાઈ રહેલા બ્રિક્સ દેશોના સંમેલનમાં આ પરીક્ષણનો સૂર ઉઠે તેવી સંભાવના છે. ચીન અવારનવાર ઉત્તર કોરિયાની પડખે ઊભું રહ્યું હતું. આ મુદ્દે ચીન પર ભીંસ વધી શકે છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉત્તર કોરિયાનું આ પહેલું પરમાણુ પરીક્ષણ છે. ટ્રમ્પ આ પરીક્ષણનો વિરોધ કરતાં ચીનને પણ અરીસો દેખાડ્યો હતો. ટ્રમ્પે ટ્‌વીટર પર કહ્યું કે કોરિયા દુષ્ટ રાષ્ટ્ર છે તે ચીન માટે એક ખતરો અને શરમનું કારણ બની ચૂક્યું છે. ભારતે પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયાના આવા પગલાંથી શાંતિ અને સ્થિરતા જોખમાશે. ઉત્તર કોરિયાને ભવિષ્યમાં એવું કોઈ પણ પ્રકારનું કામ ન કરવાની તાકીદ કરવામાં આવી જેનાથી પ્રાંતની શાંતિ અને સ્થિરતા જોખમાતી હોય. ભારતે આગળ કહ્યું કે ભારતે અણુ પ્રસાર અને મિસાઈલ ટેકનોલોજીની ચિંતા સતાવી રહી છે. પુતિને આ મુદ્દે સંવાદ સાધવાનું આહ્વાન કર્યું અને વધારે પ્રતિબંધ વિરૂદ્ધ ચેતવણી આપી અને કહ્યું કે આનાથી પરિસ્થિતિ વધારે બગડશે.