(એજન્સી) નવી દિલ્હી,તા.૧૮
દિવાળી પર ફટાકડા વેચવાનાં લાયસન્સની વધુ અરજી પર સુનાવણી કરતી વખતે પંજાબ-હરિયાણા હાઇકોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે, અમારૂ ચાલે તો ફટાકડાને સંપૂર્ણ બેન કરી દઈએ. કોર્ટે કહ્યું કે, ફટાકડાથી તો સારૂ છે કે, ખિસ્સામાંથી નોટ કાઢો અને સળગાવી દો, કમસેકમ પ્રદૂષણ તો ઓછું થશે. આ ટિપ્પણી સાથે હાઇકોર્ટ ૨૦૧૬માં આપવામાં આવેલી લાઇસન્સની સંખ્યાનાં માત્ર ૨૦ ટકા જેટલી જ લાયસન્સની અરજીઓને આદેશ આપ્યો છે. સાથે-સાથે હાઇકોર્ટે વિજયા દશમીના દિવસે ફટાકડા ફોડવા માટે સાંજે ૫ વાગ્યેથી રાત્રે ૮ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે. દિવાળી અને ગુરૂપર્વ પર સાંજે ૬ઃ૩૦થી રાત્રે ૯ઃ૩૦ વાગ્યા સૂધી પરવાનગી છે. આ સિવાય બીજા કોઈપણ દિવસે ફટાકડા ફોડવા પર હાઇકોર્ટની પાબંધી છે. આદેશનાં અમલીકરણની જવાબદારી ડીસી, એસએસપી/એસપીને સોંપેલ છે. આ આદેશ એનઆરસી સિવાય પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં લાગુ પડશે. કારણ કે, અદાલતે એનઆરસીનો કેસ પાછળના વર્ષે જ સોલ્વ થઈ ગયો છે. હાઇકોર્ટે કહ્યું કે, દશેરા પર લાયસન્સ નહીં મળે. દિવાળી અને ગુરૂપર્વ માટે જ લાયસન્સ ચાલુ રહેશે તે પણ ૨૦૧માં પ્રકાશિત લાઇસન્સની ૨૦ ટકા જેટલું. ગયા વર્ષે દિવાળી પહેલા પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વધતા જતા પ્રદૂષણ પર ચિંત કરતા જસ્ટીસ અમિત રાવલે સંજ્ઞા લીધી હતી. દિવાળી પર આ સ્તર ભયંકર બનવાથી બચવા માટે કોર્ટે ફટાકડા પર કંટ્રોલ કરવાની જરૂર બતાવી હતી.