(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
બની શકે છે કે ડોલરની સરખામણીએ રૂપિયાના ઘટતા ભાવની અસર સરકાર પર ના પડી રહી હોય અને સરકાર આ વિચારી રહી હોય કે તેના મતદાતા તો દેશભક્ત છે અને રૂપિયો દેશભક્તિનું પ્રતિક છે. કારણ કે ડોલર તો વિદેશી ચલણ છે પરંતુ જ્યારે કોઈ દેશની અર્થવ્યવસ્થા સંભાળવા છતાં સ્થિર ના રહેતી હોય તો પ્રશ્ન માત્ર ચલણનો નથી થતો અને કોઈ સરકાર બચી પણ નથી શકતી કે તેના ખજાનામાં ડોલર ભર્યા છે. વિદેશી રોકાણ પહેલાંની સરખામણીમાં અનેક ગણું વધુ છે. તો પછી ચિંતા શેની છે. પરંતુ જે રીતે દેશ જે માર્ગે ચાલી નીકળ્યો છે તેમાં પ્રશ્ન માત્ર ડોલરની સરખામણીએ રૂપિયો નબળો થવા માત્રનો નથી. દેશમાં શિક્ષણનું સ્તર એટલું નીચે આવી ગયું છે કે ગત ત્રણ વર્ષમાં વિદ્યાર્થીઓના વિદેશ જવામાં ૪૦ ટકાનો વધારો થયો છે. માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં પરંતુ કોલસા ખાણો અંગે સરકારના વલણે એ પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે કોલસાની આયાતમાં ૬૬ ટકાનો વધારો થયો છે. ચોક્કસ ભારતમાં સારવાર સસ્તી છે પરંતુ સારવાર અર્થે વિદેશ જનારાઓની સંખ્યામાં રર ટકાનો વધારો થયો છે. ચીનથી ચોખા, ઘઉં, ડુંગળીની આયાતમાં પણ ૬થી ૧૧ ટકાનો વધારો થયો છે અને વિશ્વના બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવવા અથવા વિશ્વના બજારમાં જઈને અભ્યાસ કરવા અથવા સારવાર કરાવવાનો અર્થ છે ડોલર દ્વારા ચૂકવણી કરવી. તો સત્ય ક્યાંથી શરૂ કરું પ્રથમ સત્ય તો શિક્ષણ સાથે જોડાયેલું છે. ર૦૧૩-૧૪માં વિદેશ જઈને અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓએ ૬૧.૭૧ રૂપિયાના હિસાબે ડોલરની ચૂકવણી કરવી પડતી હતી તો વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય બાળકોને ટ્યુશન ફી અને હોસ્ટેલનો કુલ ખર્ચ ૧.૯ બિલિયન ડોલર એટલે ૧૧૭ અબજ ર૪ કરોડ ૯૦ લાખ રૂપિયા આપવા પડ્યા હતા. અને ર૦૧૭-૧૮માં આ રકમ વધીને ર.૮ બિલિયન ડોલર એટલે ર૦૧ અબજ ૮૮ કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને આ રકમ એટલા માટે વધી ગઈ કારણ કે રૂપિયો નબળો થઈ ગયો અને ડોલરનું મૂલ્ય વધતું ગયું. એટલે કે જે ડોલર ૭ર રૂપિયાને પાર છે તે ર૦૧૩-૧૪ના મૂલ્ય જેટલો રહેતો તો ભારતીય વિદ્યાર્થીઓના તીસ અબજ રૂપિયાથી પણ વધુ બચી જતા. પ્રશ્નનો અર્થ એ થાય છે કે અંતે તે કઈ પરિસ્થિતિ છે જ્યારે ભારતીય યુનિવર્સિટીઓ અંગે વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે તો સરકાર કહી શકે છે કે જે અભ્યાસ કરવા બહાર જાય છે તેમને તે રોકી નથી શકતી પરંતુ શિક્ષણની પરિસ્થિતિમાં સુધારો થયો છે તો પછી વિદેશથી ભારત આવીને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કેમ થયો છે. રિઝર્વ બેંકની જ રિપોર્ટ જણાવે છે કે, ર૦૧૩-૧૪માં જ્યારે મનમોહન સરકાર હતી ત્યારે વિદેશથી જેટલા વિદ્યાર્થી અભ્યાસ માટે ભારત આવતા હતા તેનાથી ભારતને ૬૦૦ મિલિયન ડોલરની આવક થતી હતી પરંતુ ર૦૧૭-૧૮માં તે ઘટીને ૪૭૯ મિલિયન ડોલર થઈ ગઈ છે.
બધુ આંખોની સામે છે પરંતુ કોઈ બોલવાની હિંમત નથી કરી શકતું કે રાજકીય સત્તાએ દેશની ઈકોનોમીનો વિનાશ વોરીને દેશની સામાજિક સ્થિતિને ત્યાં લાવીને ઊભી કરી દીધી જ્યાં જાતિ ધર્મની જ વાતો થાય છે. કારણ કે જેવી જ નજર આ સત્ય પર જશે કે રિઝર્વ બેંકને પણ હવે ડોલર ખરીદવા પડી રહ્યા છે અને ભારત પોતાની જરૂરતો માટે વિશ્વના બજાર પર જ આધાર રાખે છે. તો પછી પ્રશ્ન આ પણ થશે કે ચૂંટણી જીતવાનો પ્રચાર મંત્ર પણ જ્યારે ગુગલ, ટ્‌વીટર, સોશિયલ મીડિયા પર જ આધારિત છે તો ત્યાં પણ ચૂકવણી તો ડોલરમાં જ કરવી પડી છે તો તસવીર સ્પષ્ટ છે કે પ્રશ્ન માત્ર ડોલરનો ભાવ વધારવા અથવા રૂપિયાનું મૂલ્ય ઘટાડવા માત્રનો નથી પરંતુ દેશની રાજકીય વ્યવસ્થાએ માત્ર તેલ, કોલસા, સ્ટીલ, સેવ, માવો, ડુંગળી, ઘઉં માત્રને ડોલર પર આધારિત નથી કર્યા પરંતુ એક વોટનું લોકતંત્ર પણ ડોલર પર આધારીત થઈ ગયું છે.