અમદાવાદ, તા.ર૬
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ (પૂરક) ર૦૧૮માં લેવાયેલ ઉ.મા.પ્ર. પરીક્ષા ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉત્તરબુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ધોરણ ૧૦ પરીક્ષાની માર્કશીટ તેમજ ધોરણ ૧૦ પરીક્ષા માર્ચ ર૦૧૮ના પ્રમાણપત્રનું વિતરણ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળો ઉપર તા.ર૮/૦૭/ર૦૧૮ શનિવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક દરમિયાન થનાર છે તેમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની એક યાદીમાં જણાવ્યું હતું.