નવી દિલ્હી,તા. ૧૮
બિહાર અને આસામમાં પૂર તાંડવ બાદ ભારે નુકસાન થયું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ પુરની ભારે અસર વર્તાઇ હતી તથા ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે પૂરને કારણે તારાજી સર્જાઇ છે. પૂરના કારણે બિહારમાં વધુ કેટલાક લોકોના મોતની સાથે મૃતાંક વધીને હવે ૧૧૯ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી છે. ૧૬ જિલ્લામાં ૯૮ લાખ લોકોને માઠી અસર થઇ છે. પૂરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સહરસામાં પણ હવે પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. હવામાન વિભાગે એવી આગાહી કરીને સરકારની મુશ્કેલી વધારી દીધી છે કે દક્ષિણી બિહારમાં વધુ એક સપ્તાહ સુધી વરસાદ જારી રહેનાર છે. બીજી તરફ રેલવેએ જાહેરાત કરી હતી કે, ભારે પૂરને કારણે કુલ ૮૦૦ ટ્રેન રદ કરવાની ફરજ પડી છે જ્યારે ટ્રેનો રદ થવાને કારણે રેલવેને છેલ્લા ૧૦ દિવસમાં જ ૮૦ કરોડનું નુકસાન થયું છે.ે
બિહારમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધી ૭૨ હતો જે હવે ઝડપથી વધીને ૧૧૯ ઉપર પહોંચ્યો છે. ૧૬ જિલ્લાઓમાં પુરની અસર થતાં કુલ એક કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. મુખ્યમંત્રી નીતિશકુમારે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મળીને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારણ જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. કુલ ૩૬૫ ગામો સકંજામાં આવી ગયા છે. કટીહાર જિલ્લાના ગામોમાંથી સેનાના જવાનોએ મોટી સંખ્યામાં લોકોએ બચાવી લીધા છે. નીતિશકુમાર ખરાબ હવામાનના કારણે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી શક્યા નથી. આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી.
પૂરનું તાંડવ : આસામમાં ૧૪૪, બિહારમાં ૧૧૯થી વધુનાં મોત

Recent Comments