મુંબઇ,તા. ૨૨
બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના મોતથી કરોડો ચાહકોની સાથે સાથે દેશના લોકો હચમચી ઉઠ્યા હતા. વારંવાર નવા નવા અહેવાલ મોતને લઇને આવી રહ્યા હતા. કોઇને પણ આ બાબત સમજાઈ રહી ન હતી કે, એકાએક આવું કેમ થયું અને એકાએક શ્રીદેવી સાથે કેમ થયું. આજે પણ લોકો શ્રીદેવીના મોતને લઇને વિશ્વાસ કરી શકતા નથી.
થોડાક દિવસ પહેલા જ વેદભૂષણ નામના પૂર્વ પોલીસ ઓફિસરે શ્રીદેવીના મોતને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, આ દુર્ઘટના નહીં બલ્કે મર્ડરનો મામલો લાગે છે. અધિકારીએ આને એક કાવતરા તરીકે ગણાવીને આની ટીકા કરી હતી. હવે આ પોલીસ અધિકારીએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, શ્રીદેવીના મોતમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોઈ શકે છે. કારણ કે દુબઈમાં હજુ પણ તેનો દબદબો રહેલો છે. દુબઈના પ્રિન્સની સાથે પણ તેના સારા સંબંધો છે. પોતાની શંકાને દૂર કરવા માટે આ પોલીસ અધિકારીએ એક રાત માટે પોતાની પ્રાઇવેટ તપાસ એજન્સીની સાથે જુમેરા એમિરેટ્‌સ હોટલ ટાવરમાં રોકાયા હતા. આ હોટલ પણ દાઉદની જ છે. વેદભૂષણ હવે તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે વિચારી રહ્યા છે. મોતના રહસ્યને જાણવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. ૨૪મી ફેબ્રુઆરીના દિવસે શ્રીદેવીનું દુબઈમાં મોત થઇ ગયું હતું. તે મૃત અવસ્થામાં બાથ ટબમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું હતું કે, મોત ડુબી જવાના કારણે થયું હતું પરંતુ રિપોર્ટ મુજબ પૂર્વ અધિકારીએ દાવો કર્યો છે કે, તેઓએ નજીકના રુમમાં જઈને ડેથ સીન ઇનેક્ટ કરીને જોયા હતા અને કહ્યું હતું કે, એક્સિડેન્ટલ બ્રાઉની થવાની બાબત તેમને ઉતરતી નથી.