પૂર્વ અમેરિકી વિદેશમંત્રી જ્હોન કેરીએ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૦૧પના જેસીપીઓએ કરારથી પીછેહઠ કરી ઘાતક નિર્ણય કરી રહ્યાં છે. તેનાથી આંતરરાષ્ટ્રીય સંકટ પેદા થશે. તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતો અને તેના નજીકના સહયોગીઓ માટે આ ખતરો છે. તમને જણાવી દઈએ કે આ કરાર પર ઇરાન સાથે વાતચીત કેરીએ જ કરી હતી. સાંસદોથી ટ્રમ્પનો વિરોધ કરવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પર આ દાવ ભારે પડશે.