ઉના, તા.ર૪
ઉના તાલુકાના સીમર ગામના દરિયા કિનારે યુવાન તેમની પુત્રીને કાર ચલાવતા શીખવાડતા હતા એ દરમ્યાન પિતાએ મોબાઇલમાં સેલ્ફી પાડતા હતા. ત્યારે પુત્રીની નજર મોબાઇલ તરફ જતાં ધડાકાભેર ટ્રેક્ટર સાથે અથડાતાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત નિપજ્યું હતું.
સીમર ગામે રહેતા અજીતસિંહ રાધુભા વાળા એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને તેમની દીકરી આરતી (ઉ.વ.૧૬)ને પોતે ડ્રાઈવર હોવાથી ખૂલ્લી જીપ કાર નં.જીજે-૦૨-એ-૧૨૭૫માં સીમર દરિયા કિનારા પાસે ડ્રાઇવિંગ શીખવાડી રહ્યા હતા. આ વખતે અજીતસિંહ મોબાઇલમાં સેલ્ફી લેતી વખતે તેમની દીકરીની નજર મોબાઇલ તરફ જતાં અને કારનું સ્ટેરીંગ કાબૂ ગુમાવી દેતા સામે આવતું રેતી ભરેલ ટ્રેક્ટર નં.જીજે-૩૨-ઇસી-૦૦૫૧નો ચાલક માધા સામત મકવાણા (રહે. સીમર) વાળાએ ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અજીતસિંહનું ઘટનાસ્થળ દીકરીની નજર સમક્ષ પિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે આરતીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ. આ અંગે મરણ જનારના ભાઇ જગદીશસિંહ કનુભાઇ વાળાએ નવાબંદર મરીન પોલીસમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.