પાટણ જિલ્લા વડાવલી ગામે બે વિદ્યાર્થી વચ્ચેના ઝઘડાને કટ્ટરવાદી તત્ત્વોએ કોમી સ્વરૂપ આપીને વર્ષોથી હળીમળીને રહેતા L-10હિન્દુ-મુસ્લિમો વચ્ચે નફરતના બીજ વાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં કટ્ટરવાદી તત્ત્વો તેમની હિંસા ફેલાવવાની મેલી મંશામાં સફળ થયા હતા. જેમાં અનેક મકાનો, વાહનો, ખેતરોમાં ઉભા પાકને સળગાવી નાંખ્યા હતા તથા ઘરોમાંથી રોકડ-દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. સરસામાન રાચરચીલુ સળગી જતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે કટ્ટરવાદીઓના હુમલા છતાં તેમની મેલીમુરાદ બર આવી  નહતી. ગામના હિન્દુ-મુસ્લિમ વચ્ચે લાગણીના સંબંધોમાં પલિતો ચાંપવાનો તેમનો બદઈરાદો કારગત નીવડયો નહતો. જ્યારે કટ્ટરવાદી તત્ત્વો બંદૂકો સહિતની હથિયારો સાથે આવ્યા હતા તે જ સાબિત કરે છે તેઓ કોઈ મોટો નરસંહાર કરવા આવ્યા હતા. અને તેમણે કરેલા ખાનગી ફાયરીંગમાં કેટલાક ઝખમી પણ થયા છે.

(તસવીર : ઈલ્મુદ્દીન સૈયદ, પાટણ)