(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કોંગ્રેસ પાર્ટીના નેશનલ મીડિયા કો-ઑર્ડિનેટર રચિત સેઠએ પોતના પદ પરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાને મોકલવામાં આવેલાં રાજીનામામાં સેઠએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું તો હું આ પોસ્ટપર રહું એ યોગ્ય ન કહેવાય. માટે હું રાજીનામું આપું છું. એમણે કહ્યું કે, મને નેશ્નલ મીડિયાના કો-ઑર્ડિનેટરની જવાબદારી સોંપવા બદલ હું રાહુલ ગંધીનો આભાર વ્યક્ત કરૂં છું. અને ભવિષ્યમાં શ્રેષ્ઠ ભારત માટે કામ કરવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ૩ જુલાઇના રોજ રાહુલ ગાંધીએ પણ રાજીનામું આપી દીધું હતું. રાહુલએ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાજીનામા અંગે કહ્યું હતું અને પાર્ટીના વરીષ્ઠ નેતાઓ એમને મનાવવા માટે એક મહિના સુધી પ્રયત્ન કર્યા હતા. અને અંતે રાહુલ ટસના મસ ન જ થયા એમણે કહ્યું હતું કે, હારની જવાબદારી અધ્યક્ષ ન સ્વીકારે એ યોગ્ય ન કહેવાય.