ડીસા, તા.૧૦
અંબાણી પરિવારની પુત્રવધુ નીતા અંબાણીએ આજરોજ થરા ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉતરાણ કર્યુ હતું. જ્યાંથી તેઓ રાધનપુર જવા રવાના થયા હતા. દેશની જાણીતી કંપની રિલાયન્સ અને અંબાણી પરિવારની પુત્રવધુ નીતા અંબાણી પોતાના પુત્ર સાથે કાંકરેજના વેપારી મથક થરામાં શિશુમંદિર ખાતે હેલિકોપ્ટર દ્વારા ઉતરાણ કર્યું હતું. જ્યાંથી સીધા તેઓ રાધનપુર જવા રવાના થયા હતા. જ્યાં તેમણે પૂરઅસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી અને કાંકરેજ ખાતે પૂર હોનારતમાં જે લોકો મોતને ભેટ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જો કે કોઈ ગામની મુલાકાત લીધી ન હતી. રાધનપુરના પૂર પીડિતો સાથે એક કલાક જેટલો સમય વિતાવ્યો હતો.