(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૪
ગુજરાત ભરમાં રાજકીય ભુકંપ મચાવનાર જયંતી ભાનુશાળી બળાત્કાર કેસમાં આજે પિડીતાએ પત્રકારો સમક્ષ આવી ન્યાયની માંગણી કરી હતી. જયંતિ ભાનુશાળી આજે પણ બહાર છે, મને ન્યાય અપાવો તેમ આજે જયંતિ ભાનુશાળીના બળાત્કારનો ભોગ બનેલી પિડીતાએ પત્રકાર પરિષદ સામે પોતાની વ્યથા રજૂ કરી હતી. એડમિશન અપાવવાના બહાને શારીરિક શોષણ કરી વિડીયો ક્લીપ બનાવી બળાત્કાર ગુજાર્યા હોવાની કેફીયત રડતી આંખોએ પિડીતાએ પોતાની સાથે ઘટેલી ઘટના વર્ણવી હતી.
વધુમાં આ પિડીતાએ જણાવ્યું હતું કે, મે પોલીસ ફરિયાદમાં ક્લીપીંગો સહિતના પુરાવા પોલીસના આપી દીધા હોવા છતાં પણ આજે પણ જયંતિ ભાનુશાળીને પોલીસ પકડી શકી નથી, પુર્વ પતિએ કરેલા ગંભીર આક્ષેપો સંદર્ભે આ પિડીતાએ કહ્યું કે, મારા વિશેના વ્યભીચારીના પુરાવા હોય તો મારો પુર્વ પતિ રજૂ કરે, હું ઘરેલુ હિંસાનું ભોગ બની હતી જે અંગે મે પોલીસમાં પુર્વ પતિ વિરુધ્ધ અરજી પણ કરી હતી, ત્યારબાદ અમારા છુટા છેડા પણ થયા હતા. વિડીયો ક્લીપમાં તેમની સંમત્તિ હોવાની પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબમાં પિડીતાએ જણાવ્યું હતું કે, મારા ધ્યાનબહાર આ વિડીયો ક્લીપીંગ ઉતારવામાં આવી હતી, મારી સાથે જે બન્યું છે એ હું કંઇ રીતે વર્ણવી શકું ? આજે સુરત શહેરના રીંગરોડ ખાતે આવેલી એક હોટલમાં પિડીતાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી જેમની સાથે એડવોકેટ ભારતીબેન મુખર્જી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતિ સાથે બળાત્કાર ગુજારનારા જેન્તી ભાનુશાળી સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાયા બાદ પીડિતાનું સીઆરપીસી-૧૬૪ મુજબનું નિવેદન ૧૬મા એડીશનલ સિવિલ જજ જે.વી. અઢિયાની કોર્ટમાં લેવાશે. કોર્ટ બે-ત્રણ દિવસ સુધી રજા પર હોય પીડિતાનું નિવેદન લેવાની તારીખ આગામી દિવસોમાં કોર્ટ નક્કી કરશે. જાકે પીડિતાનું નિવેદન કોર્ટ બંધ ધારણે લેશે એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ- ૨૦૧૭માં પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતીભાઇ ભાનુશાળી દ્વારા ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કરવાની ઈચ્છા ધરાવનાર સરથાણા યોગીચોકની યુવતી સાથે અમદાવાદ તથા ગાંધીનગર હાઈવે પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સરથાણા પોલીસ મથકે જયંતી ભાનુશાળી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ થયા બાદ ડીસીપી લીના પાટીલે સીઆરપીસી-૧૬૪ મુજબ પીડિતાનું નિવેદન નોંધવા માટે ચીફ કોર્ટ સમક્ષ એક અરજી કરી હતી. જેની સામે ચીફ કોર્ટ આ નિવેદન નોંધવા માટે ૧૬માં એડિશનલ સિવિલ જજ જે.વી. અઢીયાની કોર્ટમાં અરજી મોકલી આપી હતી. હવે આગામી દિવસોમાં કોર્ટ બંધ બંધારણે નિવેદન નોંધવાની તારીખ આપશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જયંતી ભાનુશાળી સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયા બાદ ડીસીપી લીના પાટીલ પીડિતાને સાથે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં ગુનાવાળી જુદા-જુદા જગ્યાઓનું પંચનામું કરવામાં આવ્યું હોવાની વિગત પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે, અમદાવાદ-એરપોર્ટ પાસે આવેલી ઉમેદ હોટલ પર તપાસ કરતા પોલીસને હોટલના સીસી ટીવી ફૂટેજ મળ્યા ન હતા. આ ઉપરાંત જયંતીભાઈ ભાનુશાળી હોટલમાં રોકાયો હોવાનો પુરાવો મળ્યો ન હતો. પીડિતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉમેદ હોટલ પર તુલસી નામના નામના આધાર કાર્ડ પર પોતાનો ફોટો લગાવી દેવાયો હતો. અને તે કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને તેવો કોઈ પુરાવો હાથ લાગ્યો ન હતો તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.