(એજન્સી) તા.૧૫
જો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શા માટે ભ્રષ્ટાચારથી મુક્ત ના હોઈ શકે તેના પર એક નજર કરીએ. આ પ્રક્રિયાને અધીન છે એવું કહેવાયું છે. જો કે, પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે તો અનેક સવાલો ઊભા થાય છે. ઉદાહરણ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની એપ્રિલ ૨૦૧૫ની મુલાકાત પછી રાફેલ વિમાન મેળવવા માટે કરારની જાહેરાત કરાઈ હતી. તેના માટે એઓએનની માગ કરાઈ હતી. ભારતને તે હેઠળ ૩૬ રાફેલ વિમાન મળશે તેવો કરાર થયો હતો. તેના પછી ડિફેન્સ એક્વાઝિશન કમિટીની બેઠક પણ થઇ હતી, જેનું નેતૃત્વ સંરક્ષણ મંત્રીએ કર્યું હતું અને મે ૨૦૧૫માં એઓએનને મંજૂરી અપાઈ હતી. જો કે, આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હોવા છતાં તેના માટે ઈનકાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી પુનઃ વિચાર અરજીઓને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે ૧૪ ડિસેમ્બર ૨૦૧૮એ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને આ મામલામાં એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપવા કે તપાસ બેસાડવાની જરૂર લાગતી નથી. કોર્ટના નિર્ણય પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસે દેશની ઔપચારિક રીતથી માફી માંગવી જોઈએ કોર્ટે પુનઃ વિચાર અરજી પર સુનાવણી બાદ ૧૦ મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. વકીલ પ્રશાંત ભૂષણ, પૂર્વ મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરી સહિતના અન્યોએ રાફેલ ડીલ મામલામાં તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેન્ચે લગભગ સવા કલાક અરજીકર્તા અને અડધો કલાક કેન્દ્ર સરકારની દલીલ સાંભળી. અરજકર્તાઓ તરફથી પ્રશાંત ભૂષણે માંગ કરી કે એફઆઈઆર નોંધાવીને રાફેલ ડીલની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવી જોઈએ. કેન્દ્ર સરકાર સરકાર તરફથી અર્ટોની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે આ કોઈ રસ્તા કે પુલનો કોન્ટ્રાકટ નથી, પરંતુ રક્ષા સોદો છે. ૧૩મેના રોજ કેન્દ્ર સરકારે રાફેલ સાથે જોડાયેલા દસ્તાવેજ લીક થવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં સોગાંદનામું દાખલ કર્યું હતું. તેમાં કેન્દ્રએ દલીલ કરી કે રાફેલ મામલામાં જે દસ્તાવેજોને આધાર બનાવીને પુર્નવિચાર અરજી દાખલ કરી છે, જે ભારતીય સુરક્ષા માટે ખૂબ જ સંવેદનશીલ છે. તે સાર્વજનિક હોવાથી દેશની સુરક્ષા ખતરામાં પડી છે. કેન્દ્રએ કહ્યું- અરજકર્તા યશવંત સિન્હા, અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ સંવેદનશીલ માહિતી લીક કરવાના દોષી છે. અરજકર્તાઓએ અરજીઓની સાથે દસ્તાવેજે લગાવ્યા છે તે બહાર પડ્યા છે, જે હવે દેશના દુશ્મન અને વિરોધીઓ માટે પણ ઉપલબ્ધ છે. રાફેલ ફાઈટર જેટ ડીલ ભારત અને ફ્રાન્સની સરકારોની વચ્ચે સપ્ટેમ્બર ૨૦૧૬માં થઈ હતી. આ અંતર્ગત ભારતીય વાયુસેનાને ૩૬ અત્યાધુનિક લડાકુ વિમાન મળશે. મીડિયા રિપોટ્‌ર્સના જણાવ્યા મુજબ, આ સોદો ૭.૮ કરોડ યુરો(લગભગ ૫૮,૦૦૦ કરોડ રૂપિયા)નો છે. કોંગ્રેસનો દાવો છે કે યુપીએ સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત ૬૦૦ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનું પડશે. મીડિયા રિપોટ્‌ર્સના જણાવ્યા મુજબ, યુપીએ સરકાર દરમિયાન માત્ર વિમાન ખરીદવાનું નક્કી કર્યું હતું. તેના સ્પેયર પાટ્‌ર્સ, હેંગર્સ, ટ્રેનિંગ સિમ્યુલેટર્સ, મિસાઈલ કે હથિયાર ખરીદવાનો કોઈ પ્રાવધાન આ ડ્રાફટમાં સામેલ નથી. ફાઈટર જેટ્‌સનું મેન્ટેનન્સ ખૂબ જ મોંઘુ હોય છે. મોદી સરકારે જે ડીલ કરી છે, તેમાં તે તમામ બાબતોને સામેલ કરવામાં આવી છે. રાફેલ સાથે મેટિઓર અને સ્કેલ્પ જેવી વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ પણ મળશે. મેટિઓર ૧૦૦ કિલોમીટર સુધીનો માર કરી શકે છે, જ્યારે સ્કેલ્પ ૩૦૦ કિમી સુધી સચોટ નિશાન સાધી શકે છે. કોંગ્રેસને એ બાબતે વાધો છે કે આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફરનું પ્રાવધાન નથી. પાર્ટી તેમાં એક કંપની વિશેષને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાડે છે. આને પણ આ ડીલનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. ઓફસેટ ક્લોઝ(એક એવી શરત છે જે આ કરારનો હિસ્સો છે પરંતુ ઉપયોગ બીજી જગ્યાએ થશે) મુજબ, ફ્રાન્સ આ કરારની કુલ રકમના લગભગ ૫૦ ટકા ભારતમાં રક્ષા ઉપકરણો અને તેની સાથે જોડાયેલી બીજી ચીજોમાં રોકાણ કરશે.