(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયના પેરેગ્રાફ રપમાં કહ્યું કે આ સોદા પર સી.એ.જી. અહેવાલની જાહેર હિસાબ સમિતિ તપાસ કરી ચૂકી છે. અને અહેવાલના એક સુધારો કરેલા સંવેદનશીલ ભાગને સંસદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને તે જગજાહેર પણ છે. જ્યારે એ સ્પષ્ટ થયું કે આ બાબતે કેગનો કોઈ અહેવાલ આવ્યો નથી અને જાહેર હિસાબ સમિતિએ પણ કંઈ મોકલ્યું નથી ત્યારે સરકારે અદાલતને તેમાં સુધારો કરવાની વિનંતી કરી છે. કેન્દ્રએ અદાલતને કહ્યું કે સીલબંધ પત્રમાં જે પણ તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યું, તે પ્રક્રિયાની સંબંધિત જાણકારી હતી. તજજ્ઞો અને સી.એ.જી. તથા સંસદના નિવૃત્ત અધિકારીઓએ સરકારના આ દાવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ મુજબ માત્ર એક સી.એ.જી. અહેવાલ હોય છે અને કોઈ સુધારાના સ્વરૂપને જાહેર કરવામાં આવ્યું હોવાનું કોઈ જ ઉદાહરણ નથી. લોકસભાના પૂર્વ મહાસચિવ પી.ડી.ટી. આચાર્યએ કહ્યું કે સી.એ.જી. અહેવાલના સુધારા સાથે જોડાયેલી કોઈ વ્યવસ્થા નથી અને ન તો એવી કોઈ જોગવાઈ નથી. બંધારણને અંતર્ગત કાયદા હેઠળ આવી કોઈપણ બાબતનો સમાવેશ થતો નથી. સી.એ.જી. તરફથી જે પણ અહેવાલ આવે છે. તેને સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ તે પી.એ.સી. પાસે જાય છે.નાણામંત્રી આ અહેવાલને સદન સમક્ષ રજૂ કરે છે. સી.એ.જી. પી.એ.સી.ની મદદ કરે છે. હકીકતમાં સી.એ.જી.ને પી.એ.સી. સેટઅપનો ભાગ કહી શકાય.