(એજન્સી) નવી દિલ્હી, તા.પ
ફ્રાન્સ સાથે થયેલા રાફેલ સોદા પછી સબક લીધા બાદ કેન્દ્ર સરકારે રશિયાને એકે રાઈફલ પ્રોજેક્ટથી ભારતના અદાની સમૂહને દૂર રાખવા કહ્યું છે. સરકારે રશિયાને સલાહ આપી છે કે, જો તેની હથિયાર નિર્માતા કંપની ક્લાશનિકોવ કંસર્ન ભારતમાં શસ્ત્ર નિર્માતા કરવા ઈચ્છે છે તો તેણે સરકાર દ્વારા સંચાલિત ઓર્ડીનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી) સાથે હાથ મિલાવવો જોઈએ.
રશિયન કંપની ક્લાશનિકોવ કંસર્ને કેટલાક સમય પહેલાં રક્ષા ક્ષેત્રમાં અદાની સમૂહ સાથે મળી ૭.૬રઠ૩૯એમ.એમ. કેલીબર એકે-૧૦૩ રાઈફલનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ ભારત સરકારે આ પ્રસ્તાવને ફગાવી દઈ કહ્યું કે, જો રશિયન સરકાર ભારતમાં રાઈફલ ઉત્પાદન ઈચ્છે છે તો તે ખાનગી કંપની સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપી શક્તી નથી. ખબરો મુજબ રાફેલ સોદાના વિવાદ બાદ કેન્દ્ર સરકાર પોતે આ પ્રકારના સોદાઓના વિવાદથી દૂર રહેવા માંગે છે. કોંગ્રેસે રાફેલ સોદામાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સની ભાગીદારી અંગે મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ સોદામાં ફ્રાન્સની કંપની ડસોલ્ટે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્લને બાજુએ રાખી રિલાયન્સ કંપનીને પ૯ હજાર કરોડનો ઈજારો આપ્યો હતોે. હવે ભારતીય સેના મેક ઈન ઈન્ડિયા મુજબ રશિયાની એક કંપની સાથે ૧ર હજાર કરોડના ખર્ચે ૬.પ લાખ રાઈફલોનું નિર્માણ કરનાર છે.