(એજન્સી) તા.રર
બીજા વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવાર આંતરરાષ્ટ્રીય નાણાંભડોળ (આઈ.એમ.એફ.) હાલ વિષમ પરિસ્થિતિનો સામનો રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વારંવાર અમેરિકાને આઈ.એમ.એફ.માંથી દૂર કરવાની ધમકી આપે છે બીજી તરફ આઈ.એમ.એફ.એ પણ ટ્રમ્પે શરૂ કરેલા વ્યાપાર યુદ્ધને વેશ્વવિક વિકાસ સામે ખતરો ગણાવ્યો હતો. આ સમગ્ર વિવાદ દરમ્યાન અમેરિકાના નાણાં વિભાગે આઈ.એમ.એફ.ને આપવામાં આવતા ભંડોળમાં વધારો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ગયા દશકમાં આઈ.એમ.એફ.ના ચીફ ઈકોનોમિસ્ટ રહી ચૂકેલા રઘુરામ રાજન મુજબ આ વિષમ પરિસ્થિતિમાં આઈ.એમ.એફ.માં હાલમાં ચીફ ઈકોનોમિસ્ટ પદે બિરાજમાન ગીતા ગોપીનાથને ખૂબ જ ઊંડા આર્થિક વિચારોની જરૂર છે. રાજને ગોપીનાથ વિશે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “તે પોતાનો માર્ગ શોધી લેશે” જો આ પરિસ્થિતિમાં તે રાજકરણીની જેમ ન વિચારે તો ઓછામાં ઓછું તેમણે મુત્સદ્દીની જેમ વિચારવું જ પડશે. રાજને કહ્યું હતું કે, રાજકીય તણાવને કારણે કોઈના માટે પણ આ પરિસ્થિતિ સરળ નથી. આ એક સ્પષ્ટ પરિસ્થિતિ છે અને તેમણે સાવચેતી પૂર્વક પગલાં લેવા પડશે.