મુંબઈ, તા.૭
૧૪ જૂનથી બેંગ્લોરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ માટે રહાણે ટીમનું નેતૃત્વ કરશે. કારણ કે વિરાટ કોહલી જૂનમાં કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ રવાના થશે. આઠ જૂને બેંગ્લોરમાં નેશનલ પસંદગી સમિતિની મીટિંગ યોજાશે જેમાં ૬ અલગ અલગ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. તેમાંથી એક ટીમ અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટ માટે, ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારત ‘એ’ ઈંગ્લેન્ડ ‘એ’ અને વેસ્ટ ઈન્ડિઝ ‘એ’ સાથે રમાનારી ત્રિકોણીય સિરીઝ માટે ભારતીય ‘એ’ ટીમની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત આયર્લેન્ડ પ્રવાસ માટે ટ્‌વેન્ટી-ર૦ સ્કવોર્ડ, ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટ્‌વેન્ટી-ર૦ અને ઈંગ્લેન્ડમાં રમાનાર મુકાબલા માટે વન-ડે ટીમની પસંદગી કરવામાં આવશે. યોર્કશાયરથી પરત ફરી રહેલો ચેતેશ્વર પૂજારા પણ અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાનારી ટેસ્ટ મેચમાં રમશે.
કે.એલ. રાહુલ, મુરલી વિજય, અશ્વિન અને દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યા ભારત ‘એ’ ટીમનો હિસ્સો હશે જ્યારે અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટેસ્ટમાં રોહિત શર્મા, શિખર ધવન અને હાર્દિક પંડ્યા રમશે.