(એજન્સી) કાબૂલ , તા.૧૩
અફઘાનિસ્તાનના ફારયાબ પ્રાંતમાં શનિવારે આતંકવાદીઓ દ્વારા એક રહેણાંક વિસ્તારમાં મોર્ટાર મારો કરવામાં આવ્યો. જેને પગલે ત્યાં ૧૩ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૩ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના હવાલાથી સ્થાનિક સમાચાર એજન્સીના રિપોર્ટ અનુસાર, “આતંકવાદીઓ દ્વારા શુક્રવારે રાત્રે કરવામાં આવેલા મોર્ટાર મારાઓને કારણે દૌલતાબાદ જિલ્લામાં આવેલા ટોર્ટ અટઈ ગામમાં કેટલાક ઘરો ક્ષતિગ્રસ્ત થયા હતા.
ગ્રામીણોના જણાવ્યા અનુસાર, કોઈપણ એ જાણતું નથી કે મોર્ટાર મારો કોણે કર્યો છે. દૌલતાબાદના ગવર્નર અબ્દુલ સલામ નાજહટે કહ્યું કે, મોર્ટાર મારો કોના દ્વારા કરવામાં આવ્યો તે જાણવાની તપાસ ચાલી રહી છે. ફારયાબ પ્રાંત પાછલા એક દાયકાથી તાલિબાની જૂથોના આતંકવાદથી ગ્રસ્ત છે. જો કે, આ મામલે તાલિબાન દ્વારા હજી સુધી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી.