(એજન્સી) અમેઠી, તા.૧૦
કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ચૂકેલા રાહુલ ગાંધીના ટ્‌વીટર પર એક કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. કોંગ્રેસી નેતાએ બુધવારે અમેઠીની મુલાકાતે જતાં પહેલાં ટ્‌વીટર પર આ ફોલોઅર્સનો આભાર માન્યો હતો. તેમણે બુધવારે ટ્‌વીટ કરી હતી કે એક કરોડ ટ્‌વીટર ફોલોઅર્સ આપ સૌનો આભાર. હું આ ઉપલબ્ધિની ઉજવણી અમેઠીમાં કરીશ કે જ્યાં આજે હું કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સમર્થકોને મળીશ. રાહુલ ગાંધી એપ્રિલ ર૦૧પમાં ટ્‌વીટર સાથે જોડાયા હતા. તેમના એક કરોડ ફોલોઅર્સની તુલનામાં જાન્યુઆરી ર૦૦૯માં ટ્‌વીટર સાથે જોડાનાર પીએમ નરેન્દ્ર મોદીના આ પ્લેટફોર્મ પર ૪.૮પ કરોડ ફોલોઅર્સ છે. પાર્ટીના નેતાઓએ આઈએએનએસને જણાવ્યું કે, જિલ્લાના મુખ્યપથક ગૌરીગંજમાં પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી નિર્મલા મહિલા શિક્ષણ સંસ્થામાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી. આ દરમિયાન તેઓએ કદાચ પોતાની હારના કારણોની ચર્ચા કરી હોઈ શકે છે.