નવી દિલ્હી, તા.૧૪
અરૂણાચલ પ્રદેશનો બેટ્‌સમેન રાહુલ દલાલ રણજી ટ્રોફીની ર૦૧૯-ર૦ સિઝનમાં એવી બેટીંગ કરી રહ્યો છે કે, બધાનું ધ્યાન તેની તરફ ગયું છે. આ સિઝનમાં અત્યાર સુધી રાહુલ દલાલે કુલ નવ મેચોમાં ભાગ લીધો છે. મેઘાલય સામેની નવમી મેચની પ્રથમ ઈનિંગમાં તે ૩ર રન બનાવી આઉટ થયો તથા બીજી ઈનિંગમાં ફક્ત ૧૩ રન જ બનાવી શકયો જેથી વી.વી.એસ. લક્ષ્મણનો ર૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો પણ આ નવ મેચોમાં રમેલી કુલ ૧૬ ઈનિંગોમાં તેણે કુલ ૧૩૪૦ રન બનાવ્યા છે. રાહુલ આ રણજી ટ્રોફીમાં ૭૬ રન બનાવતા જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીના એક ટુર્નામેન્ટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ તોડી નાખશે. લક્ષ્મણે વર્ષ ૧૯૯૯માં એક ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ ૧૪૧પ રન બનાવ્યા હતા. રાહુલના નામે હાલ ૧૩૪૦ રન છે.

રણજી ટ્રોફીની એક સિઝનમાં ટોપ સ્કોરર
સિઝન ખેલાડી રન
૧૯૯૯ લક્ષ્મણ ૧૪૧૫
ર૦૧૯-ર૦ રાહુલ દલાલ ૧૩૪૦
૨૦૧૮-૧૯ મિલિન્દ કુમાર ૧૩૩૧
૨૦૧૫-૧૬ શ્રેયસ અય્યર ૧૩૨૧
૨૦૧૬-૧૭ પ્રિયાંક પંચાલ ૧૩૧૦