નવી દિલ્હી,તા.૧૭
થોડુક ઓછું જાણીતું નામ એટલે કે રાહુલ દ્રવિડ. કે જેને ભારત ક્રિકેટ ટીમની દિવાલ કહેવામાં આવે છે. શાંત સ્વભાવ અને પોતાના એક અલગ અંદાજ માટે આ ખેલાડીને કોણ ના ઓળખે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રાહુલ સંબંધિત એક ખાસ અહેવાલ રજુ કર્યો છે. જણાવ્યું કે દ્રવિડ એક જ એવો ખેલાડી છે કે જે ૩૦ હજારથી પણ વધારે બોલ રમી ચૂક્યાં છે.
આ વિશે જાણ કરતાં બીસીસીઆઈએ જણાવ્યું કે શું તમે જાણો છો કે રાહુલ દ્રવિડ એક માત્ર એવો ખેલાડી છે કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં ૩૦ હજારથી વધુ બોલ રમ્યાં છે. તેમજ આકડો આપ્યો છે કે રાહુલે પોતાની લાઈફમાં ૩૧,૨૫૮ બોલ રમી ચૂક્યો છે.
ઉલ્લખનીય છે કે રાહુલે કુલ ૧૬૪ ટેસ્ટ મેચ રમ્યાં છે. તેમાં એમણે ૧૩,૨૮૮ રન બનાવ્યાં છે. એમનો હાઈસ્કોર ૨૭૦ રન છે. વન્ડે મેચમાં ૧૨ સદી અને ૮૩ અર્ધસદી ફટકારી ચૂક્યાં છે.