મુંબઇ,તા.૯
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના સમયમાં ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(બીસીસીઆઈ) એક મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ એક નિવેદન આ માહિતી આપી છે.
બીસીસીઆઈએ નિવેદનમાં જણાવ્યું કે રાહુલ દ્રવિડને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી(એનસીએ)ના હેડ ઓફ ક્રિકેટ નિમણૂક કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કહ્યું કે,‘બીસીસીઆઈએ દ્રવિડને બેંગલુરુ ખાતે એનસીએના હેડ ઓફ ક્રિકેટ નિયુક્ત કર્યા છે. દ્રવિડ એનસીએમાં ક્રિકેટ સંબંધી દરેક ગતિવિધિઓ પર નજર રાખશે અને ખેલાડી, ટ્રેનર્સ અને સપોર્ટ સ્ટાફને કોચિંગ, મેંટરિંગ અને ટ્રેનિંગ આપવાનું કામ કરશે.’વધુ ઉમેરતા બીસીસીઆઈએ કહ્યું કે,‘દ્રવિડ ભારતની પુરુષ અને મહિલા ટીમોના ટ્રેનર્સ સાથે પણ કામ કરશે અને સાથે ઈન્ડિયા-એ અને અંડર-૧૯, અંડર-૨૩ ટીમોના ટ્રેનર્સ સાથે કામ કરશે.