લોડ્‌ર્સ,તા.૧૩
વિદેશની ધરતી પર સૌરવ ગાંગુલીએ જે ટીમમાં જીત માટેના પ્રાણનો સંચાર કર્યો હતો તે હાલની ટીમ ઇન્ડિયામાં ક્યાંય દેખાઇ નથી રહ્યો. વિદેશમાં હાલની ટીમ ઇન્ડિયન ટીમ બાંગ્લાદેશ કે ઝીમ્બાબ્વેની ટીમ જેવી લાગી રહી છે. જેનો પરચો ફેન્સને લોડ્‌ર્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે જ મળી ગયો.આ સાથે જ ભારતીય ટીમના કોચ રવિ શાશ્ત્રી પર પણ આંગળીઓ ચીંધાવા લાગી છે. સવાલ એ છે કે શું ભારતને ફુલ ટાઇમ કોચની જરૂર છે ? સોશિયલ મીડિયા પર લોકો તસવીરો શેર કરી રવિ શાશ્ત્રીની ટીકા સાથે એક બીજા ભારતીય ખેલાડીનું નામ લઇ રહ્યા છે જે કોચની દાવેદારી માટે અત્યારે અગ્રક્રમ પર છે.આ પહેલા ભારતીય ટીમ જ્યારે ઇંગ્લેન્ડના પ્રવાસ પર જઇ રહી હતી ત્યારે રવિ શાશ્ત્રીએ કહ્યું હતું કે, ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં એક મહિનો રહેવાની છે, અને આટલો સમયે વિરોધી ટીમ અને મેદાનને સમજવા માટે પૂરતો છે. આ સાથે જ રવિ શાશ્ત્રીએ ઉમેર્યું હતું કે, જીત મેળવવા માટે ભારતીય ટીમ પીચની કંડિશન પર આધાર રાખશે.
આ માટે સુનીલ ગાવસ્કરે મૌન તોડતા કહેલું કે મને સૌરવ, સચિન,સહેવાગ, દ્વવિડના એક સમયે ફોન આવતા હતા જ્યારે ભરતીય ટીમ વિદેશ પ્રવાસ પર જતી હતી, પરંતુ હવે રહાણે સિવાય કોઇના ફોન મારા પર નથી આવતા.હવે ટીમ ઇન્ડિયાના વિદેશ પરફોર્મન્સ અને રવિ શાશ્ત્રીની ટીકા થઇ રહી છે ત્યારે ફેન્સની માગ છે કે રાહુલ દ્વવિડને ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવે. હાલમાં જ રાહુલ દ્વવિડ અંડર-૧૯નો વિશ્વકપ જીતાવી ચૂક્યો હોવાથી ઉપરથી વિદેશી ધરતી પર રાહુલ દ્રવિડે લાંબી ઇનિંગ્સ રમી હોવાથી તેનો પરચમ લહેરાય તેમ છે.