(એજન્સી) તા.ર૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પર આક્ષેપ કર્યો હતો કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દબાણમાં ફ્રાન્સ સાથે થયેલા રફાલ સોદા વિશે દેશને જૂઠ બોલી રહ્યા છે. તેમણે સંસદમાં કહ્યું હતું કે રફાલ ફાઈટર જેટના ભાવ વિશે માહિતી ન આપવા માટે તેમણે ફ્રાન્સ સાથેની ગુપ્તતા સંધિનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મને જણાવ્યું હતું કે, આવી કોઈ સંધિ અસ્તિત્વમાં જ નથી.
સીતારમણ રફાલ વિશે ખોટું બોલ્યા હતાં : રાહુલ ગાંધી

Recent Comments