(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૯મા જન્મદિને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, જન્મદિનની ઉજવણીની આ પરંપરાને વળગી રહેજો. રાહુલ ગાંધીએ શુભેચ્છા પાઠવ્યાના ૧ કલાક પહેલાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ અગાઉ રાહુલ ગાંધીને તેમના ૪૯માં જન્મદિને શુભેચ્છા પાઠવી હતી. દેશભરમાં નેતાઓએ મોદીને શુભેચ્છા પાઠવી હતી. જેમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સામેલ છે. ગયા વર્ષે મોદીએ વારાણસીમાં તેમના મતવિસ્તારમાં બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરી હતી.