(એજન્સી) તા.૨૦
ઝારખંડના ખૂંટી જિલ્લામાં ૧૦,૦૦૦ આદિવાસીઓ વિરુદ્ધ જેવી રીતે ૧૪ અલગ-અલગ એફઆઈઆરમાં દેશદ્રોહનો મામલો નોંધાયો છે, તેની વિરુદ્ધ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હુમલાવર થયા છે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું કે કઈ સરકાર ૧૦,૦૦૦ આદિવાસીઓ વિરુદ્ધ કઠોર દેશદ્રોહનો મામલો નોંધી શકે છે. સરકારના દમન વિરુદ્ધ જે આદિવાસીઓ આંદોલન કરી રહ્યા હતા તેમની વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંદીએ કહ્યું કે જેવી રીતે ૧૦,૦૦૦ આદિવાસીઓ વિરુદ્ધ દેશદ્રોહના મામલા નોંધવામાં આવ્યા છે. તે બાદ દેશભરના લોકોની અંતરાત્માને ઝાટકો લાગવો જોઈતો હતો અને મીડિયામાં તોફાન આવી જવું જોઈતું હતું. પરંતુ એવું કંઈ ન થયું. મીડિયા પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આપણું વેચાયેલ મીડિયા કદાચ પોતાનો અવાજ ગુમાવી ચૂક્યું છે. શું નાગરિક તરીકે આપણે આ સહન કરી શકીએ છીએ. સ્ક્રોલના અહેવાલ મુજબ ઝારખંડના ખૂટી જિલ્લામાં પથલગાડી આંદોલનમાં ભાગ લેવાના કારણે ૧૦,૦૦૦ આદિવાસીઓ વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે. આ કેસ ૨૦૧૭-૧૮માં નોંધવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ૧૪ એફઆઈઆરની જાણકારી છે જેમાં ૧૦,૦૦૦ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો મામલો નોંધવામાં આવ્યો છે. પરંતુ જો આનાથી વધ એફઆઈઆર નોંધાઈ હસે તો દેશદ્રોહના મામલા હજી પણ વધી શકે છે. આ દેશદ્રોહના મામલા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.