(એજન્સી) તા.૧૬
રવિવારે દિલ્હીની જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટી પાસે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એકટ (સીએએ) અને એનઆરસી સામેના વિરોધ-પ્રદર્શન દરમ્યાન થયેલી હિંસા પછી પોલીસે જામિયાના કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે આચરેલી બર્બરતા વિરૂદ્ધ દેશના અનેક નેતાઓ આક્રોશ ઠાલવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વિદ્યાર્થીઓ સાથે આચરવામાં આવેલી ક્રુરતાની ટીકા કરતા કહ્યું હતું કે સીએબી અને એનઆરસી ભારતમાં ફાસીવાદીઓ દ્વારા ફેલાવવામાં આવેલા સામૂહિક ધ્રુવીકરણના શસ્ત્રો છે. શાંતિપૂર્ણ અને અહિંસક સત્યાગ્રહ આ શસ્ત્રો સામે સૌથી સારો બચાવ છે. હું સીએબી અને એનઆરસી વિરૂદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહેલા બધા લોકોના સમર્થનમાં છું.