ગુવાહાટી,તા.૨૮
કૉંગ્રેસનાં સ્થાપના દિવસનાં અવસર પર શનિવારનાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ગુવાહાટીમાં રાહુલે કેન્દ્ર સરકાર અને આરએસએસ પર તીખો પ્રહાર કર્યો છે. રાહુલે સીએએ વિરોધી પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમાં એકવાર ફરી નોટબંધી જેવો માહોલ થઈ ગયો છે. તો લખનૌમાં પ્રિયંકા ગાંધીએ સીએએનાં મુદ્દા પર મોદી સરકારને કાયર ગણાવી છે.
ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ બધો માહોલ કેમ છે? હું જણાવું છું; એ માટે કે તેમનુ લક્ષ્ય છે કે (બીજેપી સરકાર) આસામની જનતાને લડાઓ, હિંદુસ્તાનની જનતાને લડાઓ. આ જ્યાં પણ જાય છે ત્યાં ફક્ત નફરત જ ફેલાય છે, પરંતુ આસામ નફરતથી આગળ નહીં વધે. ગુસ્સાથી આગળ નહીં વધે. આ પ્રેમથી આગળ વધશે. આસામને નાગપુર નહીં ચલાવે, આસામને આરએસએસના ચડ્ડી વાળા નહીં ચલાવે પરંતુ આસામની જનતા જ ચલાવશે.
કેન્દ્ર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ નોટબંધી, જીએસટીને લાવીને અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી. ભારત માતાને ઠેસ પહોંચાડી. તેમનું કામ ફક્ત નફરત ફેલાવવાનું છે. પીએમ મોદી જણાવે કે કેટલા લોકોને રોજગાર આપ્યો? આપણા યુવાઓ ભટકી રહ્યા છે. હવે આસામમાં યુવાઓ પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં આ જ માહોલ છે. તેમને ગોળી મારી દેવામાં આવી રહી છે. જનતાનાં અવાજને બીજેપી સાંભળવા નથી ઇચ્છતી. તમારા અવાજથી ડરે છે, કચેડી દેવા માગે છે. યુવાઓને મારવા ઇચ્છે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પીએમ મોદીએ નોટબંધીને કાળા ધનની વિરુદ્ધની કાર્યવાહી ગણાવી. તમને લાઇનમાં ઉભા કર્યા અને ૩ લાખ ૫૦ હજાર કરોડ રૂપિયા ૧૫-૨૦ પૂંજીપતિઓનાં હવાલે કરી દીધા. તેમનું કરોડોનું દેવું માફ કર્યું, ખેડૂતોનું કેટલું દેવું માફ કર્યું જણાવો. આસામને લોકોને એક થવાની અપીલ કરતા રાહુલે કહ્યું કે, તમારે બધાએ એક થવું પડશે. બીજેપી નેતાઓને બતાવવું પડશે કે તમે અમારી સંસ્કૃતિ, અમારા ઇતિહાસ પર આક્રમણ ના કરી શકો. આપણે બધા એક છીએ અને સાથે મળીને રહીશું. આપણી વચ્ચે તેઓ નફરત પેદા નહીં કરી શકે.
આસામની સંસ્કૃતિ, ઓળખને નુકસાન પહોંચાડવા ભાજપ-RSSને મંજૂરી આપીશું નહીં : રાહુલ ગાંધી

Recent Comments