(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન માર્યા ગયેલા અને ઘવાયેલાઓના પરિવારનો મળવા અને તેમને શક્ય બધી જ સહાય આપવાની કોંગ્રેસના નેતાઓને અપીલ કરી છે. આસામમાં આવા જ બે પીડિત પરિવારને મળનાર રાહુલ ગાંધીએ કહ્યું કે સીએએ સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે ઘણા યુવાઓ અને મહિલાઓ માર્યા ગયા અને ઘવાયા હોવાનું રાહુલ ગાંધીએ પોતાના એક ટિ્‌વટમાં જણાવ્યું છે. રાહુલ ગાંધીએ સુધારેલા નાગરિકતા કાયદા સામેના વિરોધનો એક વીડિયો પણ શેર કર્યો છે. તેમનાં બહેન અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં પીડિત પરિવારોને મળી રહ્યા છે.