(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે પાર્ટી મુખ્યાલયમા રિટાયર્ડ આર્મી જવાનોને મળ્યા. આ મુલાકાતમાં રાફેલ સોદાથી લઈને વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી) સહિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ. સૈન્યકર્મચારીઓ સાથે મુલાકાતમાં રાફેલ સોદામાં ગડબડી અને ઓઆરઓપીમાં સેનિકો સાતે વિશ્વાસઘાતની વાત ઉઠાવી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ માટે પ્રક્રિયા બદલી લીધી છે. સાથે જ સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન લાગૂ કર્યું નહી. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાફેલના એક ફાઈટર જેટ માટે ૧૬૦૦ કરોડ રૂપિયા આપવામા આવ્યા, જે ભષ્ટ્રાચારનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, સરકારે સૈનિકો માટે ઓઆરઓપીનું વચન તો આપ્યું પરંતુ તે પૂરો કરી શકી નહી. અમારી સરકાર આવશે, તો સૈનિકો માટે પેંશન સ્કીમ લાગૂ કરશે. કોંગ્રેસ અધ્યક્ષે ઓઆરઓપીની તુલના રાફેલ સોદા સાથે કરતાં કહ્યું કે, સરકાર અંબાણીને ૩૦ હજાર કરોડ રૂપિયા આપી શકે છે પરંતુ પૂર્વ સૈન્યકર્મચારીઓ માટે ૧૯ હજાર કરોડ રૂપિયા આપી રહી નથી. મુલાકાત વિશે રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, ખુબ જ સકારાત્મક બેઠક રહી. ઘણી વાતો પર ગંભીરતાથી ચર્ચા થઈ. ઓઆરઓપીનો મુદ્દો મુખ્ય રહ્યો જેમાં સૈનિકોનું કહેવું છે કે, સરકાર વન રેન્ક વન પેંશન સ્કીમ અત્યાર સુધી શરૂ કરી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, જમ્મૂ અને કાશ્મીરમાં સરકારની ખોટી રણનીતિનો દંડ અમારા સૈનિકો ભોગવી રહ્યાં છે. હાલમાં રાફેલ ડીલનો મુદ્દો છવાયેલો છે અને સૈનિકોનો આના સાથે ખાસ સંબંધ છે. સંબંધ તે છે કે, અનિલ અંબાણીને સરકાર કંઈ જ ના કરવાના બદલામા ૩૦ હજાર કરોડ રૂપિયા આપી શકે છે પરંતુ સૈનિકોને વન પેન્શન વન રેન્કની ભેટ આપી શકતી નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાફેલ મુદ્દા પર સરકાર વિરૂદ્ધ કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને આ સોદાને ઘણો મોટો ભષ્ટ્રાચાર ગણાવીને પીએમ મોદીનું રાજીનામુ પણ માંગ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે,પીએમ મોદી ભ્રષ્ટાચારના મામલાઓને લઈને સત્તામાં આવ્યા છે અને તેઓ આ આરોપો સામે હાલમાં ઝઝૂમી રહ્યાં છે. તેમના પર આરોપ લાગ્યા છે કે, તેમને આ મામલા પર બોલવું જોઈએ. તેમને કહ્યું કે, જો પીએમ આ મામલા પર બોલી રહ્યાં નથી તો તેઓ રાજીનામુ આપી દે. રાહુલ ગાંધી અનુસાર, રાફેલ ડીલ સ્પષ્ટ રીતે ડીફેન્સ ડીલમાં ભષ્ટ્રાચારનો મામલો છે. આ ભષ્ટ્રાચારને સમજવા માટે બધી ચીજો સમાન છે. ધીમે-ધીમે આ સોદાની ગડબડીઓ સામે આવી રહી છે. આ મામલામાં કોંગ્રેસે જેપીસી બનાવી તપાસની માંગ કરી છે પરંતુ સરકાર તેના માટે તૈયાર નથી.